નવી દિલ્હી: ઘર ખરીદતી વખતે સૌથી મોટી ચિંતા એ હોય છે કે જો પ્રોજેક્ટ ફસાયો તો કારણ વગર હોમ લોન(Home Loan)નો બોજો વધી જશે. દિલ્હી (Delhi) એનસીઆરમાં એવા અનેક પ્રોજેક્ટ અટક્યા બાદ લોકો ફક્ત હોમ લોન જ ચૂકવી રહ્યાં છે. જ્યારે હજું તો એ પણ નક્કી નથી કે ઘર મળશે કે નહીં. પરંતુ હવે આ નવા પ્રોજેક્ટમાં હોમ લોનનો બોજો તમને સતાવશે નહીં. State Bank of India (SBI) એક અનોખી યોજના લઈને આવી છે. જે તમને ચિંતામુક્ત કરી દેશે. બેંકની નવી યોજના મુજબ જો પ્રોજેક્ટમાં વાર લાગી અથવા તો કોઈ કારણસર પ્રોજેક્ટ અટકે તો હોમ લોનની ભરપાઈ બેંક પોતે કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંખ ઊઘાડતો કિસ્સો...જે મહિલાઓ નાના બાળકો સાથે ટ્રેનમાં એકલી મુસાફરી કરતી હોય તે ખાસ વાંચે


આ છે નવી સ્કિમ
એસબીઆઈના ચેરમેન રજનિશકુમારનું કહેવું છે કે હવે ગ્રાહકોને અપાર્ટમેન્ટ પ્રોજેક્ટમાં મોડુ થાય કે અટકવાના કેસમાં બેંક પોતે પૈસા રિફન્ડ કરશે. ‘Residential Builder Finance with Buyer guarantee scheme’ નામની આ યોજના એ પ્રોજેક્ટ્સ માટે છે જેમાં એસબીઆઈ એક માત્ર હોમલોન આપનારી બેંક હશે. જો બિલ્ડર રેરા Real Estate Regulation and Development Act (RERA) હેઠળ પોતાની સમયમર્યાદાની અંદર પ્રોજેક્ટ પૂરો નહીં કરે તો બેંક લોનના પૈસા પાછા આપી દેશે. એટલે કે ગ્રાહકોએ કોઈ કારણ વગર હોમ લોન ચૂકાવવાના જરૂર નથી. 


ભારતને લોહીયાળ કરવા 40 રોહિંગ્યાઓને બાંગ્લાદેશમાં અપાઈ રહી છે આતંકી ટ્રેનિંગ, વિદેશથી આવ્યું ફંડ


નવા પ્રોજેક્ટ્સને મળશે ગતિ
ઉલ્લેખનીય છે કે જેપી Jaypee Infratech Ltd. , આમ્રપાલી- Amrapali Group અને યુનિટેક જેવી મોટી કંપનીઓના મોટા પ્રોજેક્ટ્સ અટક્યા બાદથી જ મોટાભાગના ખરીદારોએ નવા પ્રોજેક્ટ્સમાં પોતાના પૈસા લગાવવાનું બંધ કરી દીધુ છે. નવા પ્રોજેક્ટ્સમાં કોઈ ગ્રાહક પૈસા લગાવવા માંગતો નથી. કારણ કે પ્રોજેક્ટ અટકે કે બંધ થવાની હાલતમાં ખરીદારને હોમ લોન ચૂકવવામાં કોઈ રાહત કે છૂટ મળતી નથી. કારણ કે લોનનો બોજ અને ઘર નહી મળવાના સંજોગોમાં ગ્રાહકોએ બેવડો માર સહન કરવો પડે છે. એસબીઆઈની નવી યોજનાથી બજારમાં નવા ખરીદાર આવવાની આશા છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube